Maruti Suzuki પ્લાન્ટમાં કર્મચારી નીકળ્યો કોરોના પોઝિટિવ, તાબડતોબ કંપનીએ લીધુ આ પગલું

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) ઈન્ડિયાના માનેસર પ્લાન્ટમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે જ કંપનીએ તત્કાળ પ્રભાવથી અનેક મોટા પગલાં ભર્યા છે જેથી કરીને વાયરસનો ચેપ વધુ લોકોને ન લાગે.
Maruti Suzuki પ્લાન્ટમાં કર્મચારી નીકળ્યો કોરોના પોઝિટિવ, તાબડતોબ કંપનીએ લીધુ આ પગલું

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) ઈન્ડિયાના માનેસર પ્લાન્ટમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે જ કંપનીએ તત્કાળ પ્રભાવથી અનેક મોટા પગલાં ભર્યા છે જેથી કરીને વાયરસનો ચેપ વધુ લોકોને ન લાગે.

અમારકી સહયોગી અંગ્રેજી વેબસાઈટ zeenews.india.com ના અહેવાલ મુજબ મારૂતિ સુઝૂકીના માનેસર પ્લાન્ટમાં ગત શુક્રવારે એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો. આ ઉપરાંત અન્ય કર્મચારીમાં પણ સંક્રમણની આશંકાના પગલે તેને ટેસ્ટ માટે મોકલાયો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવેલા તમામ લોોકૌની તપાસ થઈ રહી છે. 

આ ઉપરાંત કંપનીએ ગુરુગ્રામ સેક્ટર 18 પ્લાન્ટમાં પણ ઉત્પાદન શરૂ કરી દીધુ છે. જ્યાં મોટાભાગે ઓલ્ટો અને વેગનઆર મોડલ બને છે. આ સાથે જ મહત્વપૂર્ણ ઉપકરણોની આપૂર્તિ કરનારા મોટાભાગના વિક્રેતાઓએ પણ મર્યાદિત કામગીરી શરૂ કરી દીધી છે.

જુઓ LIVE TV 

માનેસર પ્લાન્ટમાં મોટી સંખ્યામાં વાહનોનું નિર્માણ થાય છે. જેમાં મોટા પાયે ડિઝાયર, એસ-પ્રેસો, સિયાઝ અને આર્ટિગાનું ઉત્પાદન થાય છે. પ્લાન્ટમાં પ્રતિ વર્ષ 8.80 લાખ વાહનોની ઉત્પાદન ક્ષમતા છે. જ્યારે ગુરુગ્રામ પ્લાન્ટમાં વિનિર્માણ ક્ષમતા સાત લાખ યુનિટની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news